નવી દિલ્હી, 25 ઓક્ટોબર (હિ. સ.) સરકારે દેશની ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) એ ચાબુક ચલાવ્યું છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં ઓનલાઇન ગેમિંગ કંપનીઓને 1 લાખ કરોડ રૂપિયાની કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.
સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે, જીએસટી અધિકારીઓએ અત્યાર સુધીમાં ટેક્સ ચોરીના કેસમાં ઓનલાઇન ગેમિંગ કંપનીઓને રૂ. 1 લાખ કરોડની કારણ બતાવો નોટિસ જારી કરી છે. ડ્રીમ 11 જેવા ઓનલાઈન ગેમિંગ અને ડેલ્ટા કોર્પ કેસિનો ઓપરેટર્સને, ટેક્સની કથિત ટૂંકી ચુકવણી માટે ગયા મહિને જીએસટી અધિકારીઓ તરફથી કારણદર્શક નોટિસો મળી છે. જોકે, અધિકારીએ જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબર પછી ભારતમાં નોંધાયેલ વિદેશી ગેમિંગ કંપનીઓનો કોઈ ડેટા હજુ ઉપલબ્ધ નથી.
જીએસટી કાયદામાં સુધારો કરીને સરકારે વિદેશી ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે 1 ઓક્ટોબરથી ભારતમાં નોંધણી કરાવવી ફરજિયાત બનાવી છે. જીએસટી કાઉન્સિલે ઓગસ્ટમાં સ્પષ્ટતા કરી હતી કે, ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલા બેટ્સના સંપૂર્ણ મૂલ્ય પર 28 ટકા જીએસટી વસૂલવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ / માધવી
