
નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ. સ.). દેશમાં સસ્તી ઉડ્ડયન સેવાઓ પૂરી પાડતી ઈન્ડિગોની પ્રથમ ફ્લાઈટ એ, રાજધાની નવી દિલ્હીથી અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ માટે ઉડાન ભરી હતી. એરલાઇનના પાયલોટ કેપ્ટન આશુતોષ શેખરે મુસાફરોનું સ્વાગત કર્યું હતું.
એરલાઈન સૂત્રોએ શનિવારે જણાવ્યું કે, ઈન્ડિગોની પહેલી ફ્લાઈટ એ રાજધાની દિલ્હીથી મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યા ધામ માટે ઉડાન ભરી હતી. અયોધ્યા એરપોર્ટના ઉદ્ઘાટનના દિવસે ઈન્ડિગોની પ્રથમ ફ્લાઈટ રવાના થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીએ આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્ઘાટન કર્યું છે.
ઈન્ડિગોના પાઈલટ કેપ્ટન આશુતોષ શેખરે દિલ્હીથી અયોધ્યા ધામમાં નવનિર્મિત મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ ફ્લાઈટ દરમિયાન મુસાફરોનું સ્વાગત કર્યું. આ દરમિયાન પ્લેનમાં સવાર લોકોએ ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવ્યા હતા. આ એરપોર્ટનો ફેઝ-1 રૂ. 1450 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ 6500 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતું હશે, જે વાર્ષિક આશરે 10 લાખ મુસાફરોને સેવા આપવા માટે સજ્જ હશે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/દધીબલ / ડો. હિતેશ
