નવી દિલ્હી, 08 જાન્યુઆરી (હિ.સ.) નવી ખાનગી ક્ષેત્રની એરલાઇન કંપની આકાસા એર એ, તેના બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટ ફ્લીટનું સંપૂર્ણ નિરીક્ષણ પૂર્ણ કર્યું છે. કંપનીને આમાં કોઈ પ્રતિકૂળ તારણો મળ્યા નથી.
આકાસા એર એ સોમવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરીને, તેણે તેના બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટના સમગ્ર કાફલાનું સંપૂર્ણ નિરીક્ષણ પૂર્ણ કર્યું છે. કંપનીએ કહ્યું કે, અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે, કોઈ પ્રતિકૂળ તારણો નથી. ખરેખર, આકાસા એરના કાફલામાં 22 મેક્સ એરક્રાફ્ટ છે. જ્યારે સ્પાઈસ જેટ પાસે 10થી વધુ એરક્રાફ્ટ છે અને એર ઈન્ડિયા એક્સપ્રેસ પાસે 9 એરક્રાફ્ટ છે.
નોંધનીય છે કે, 5 જાન્યુઆરીના રોજ, ડીજીસીએ એ, ભારતીય એરલાઇનને અલાસ્કા એરલાઇન્સની ઘટનાને પગલે, ‘પર્યાપ્ત સાવચેતીના પગલાં’ તરીકે તેના કાફલામાંના તમામ બોઇંગ 737-8 મેક્સ એરક્રાફ્ટના તાત્કાલિક એક્ઝિટનું તાત્કાલિક નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
વાસ્તવમાં 4 જાન્યુઆરીએ ફ્લાઇટ દરમિયાન અલાસ્કા એરલાઇન્સના પ્લેનની બારી સહિતનો બહારનો ભાગ પડી ગયો હતો. આ ઘટના બોઇંગ 737-9 મેક્સ એરક્રાફ્ટમાં બની હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ / માધવી
