ગીર સોમનાથ,0 1 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને આયોજિત જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર દ્વારા તાલાલા ખાતે દબાણનો પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. જેનું વહીવટી તંત્ર દ્વારણ નિરાકરણ લાવવામાં આવ્યું છે.
કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અને તાલાલા ચીફ ઓફિસર દેવીબહેન ચાવડાની આગેવાનીમાં તાલાલા નગરપાલિકા ખાતેનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
આમ, પ્રશાસનની સક્રિયતાના પરિણામે જિલ્લા સ્વાગતમાં થયેલી ફરિયાદનું નિરાકરણ આવ્યું છે. જિલ્લામાં જન ફરિયાદ નિવારણના આ ટેક્નોલોજીયુક્ત અભિગમ સ્વાગતના માધ્યમ થકી અનેક રજૂઆતોનું સફળતાપૂર્વક નિવારણ થતું રહ્યું છે. સ્વાગતનો વ્યાપ રાજ્ય સ્વાગતથી લઈને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્વાગત સુધી વિસ્તર્યો છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
