મેડ્રિડ, નવી દિલ્હી,01 જાન્યુઆરી (હિ.સ.) રીઅલ મેડ્રિડના
સ્ટાર ફોરવર્ડ કાયલિયન એમબાપ્પે ડાબા ઘૂંટણની ઇજાને કારણે, ટીમમાંથી બહાર થયા છે.
સ્પેનિશ ક્લબે બુધવારે એક ટૂંકું નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે,” ફ્રેન્ચ
સુપરસ્ટારને ઘૂંટણમાં મચકોડ આવી છે, જોકે તેમના પાછા ફરવા માટે કોઈ સમયમર્યાદા આપવામાં આવી નથી.”
પ્રતિષ્ઠિત ફ્રેન્ચ સ્પોર્ટ્સ અખબાર L’Equipe અનુસાર, “એમબાપ્પે ઓછામાં
ઓછા ત્રણ અઠવાડિયા માટે રમતથી બહાર રહી શકે છે.” અખબારે કોઈ સત્તાવાર સ્ત્રોતનો
ઉલ્લેખ કર્યો નથી. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે,” એમબાપ્પે છેલ્લા ઘણા
અઠવાડિયાથી તેના ઘૂંટણમાં લેટરલ લિગામેન્ટની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા, અને બુધવારે
સવારે હાથ ધરવામાં આવેલા એમઆઈઆઈસ્કેનથી એક જખમ બહાર આવ્યો જેને સારવાર અને આરામની જરૂર છે.”
એમબાપ્પે તે સમયે ઉત્તમ ફોર્મમાં હતો. આ મહિનાની શરૂઆતમાં, તેણે 2025 માં રીઅલ
મેડ્રિડ માટે તેનો 59મો ગોલ કર્યો હતો, જે કેલેન્ડર
વર્ષમાં સૌથી વધુ ગોલ કરવાના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ક્લબ રેકોર્ડની બરાબરી કરે
છે.
2024 ના ઉનાળામાં
પેરિસ સેન્ટ-જર્મનથી રિયલ મેડ્રિડમાં જોડાયેલા એમબાપ્પે એ આ સિઝનમાં અત્યાર
સુધીમાં કુલ 29 ગોલ કર્યા છે, જેમાંથી 18 લા લીગામાં છે, અને લીગના ટોપ
સ્કોરર છે.
રિયલ મેડ્રિડનો આગામી મુકાબલો રવિવારે લા લીગામાં રિયલ
બેટિસ સામે છે, જેમાં એમબાપ્પેની ગેરહાજરી ટીમ
માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
