સોમનાથ, 12 ડિસેમ્બર (હિ.સ.) અભયારણ્ય આસપાસ ચાલતા રિસોર્ટ , હોમ સ્ટે અને હોટેલ પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી .કલેકટર, સોમનાથની સૂચના તથા માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટર,વેરાવળ વિનોદ જોશી તથા મામલતદાર, તાલાલા ની ટીમ દ્વારા ગીર અભયારણ્ય આજુ બાજુ મનસ્વી રીતે ચાલતા ફાર્મ હાઉસ/રિસોર્ટ વિરૂધ્ધ તંત્રની કાર્યવાહી
ભોજદે ગામના બાલાજી ફાર્મ રૂમ ૯, ગ્લોરિયસ વિલા રૂમ ૧૩,ધ રોયલ ગીર રૂમ ૬,તાજગી ફાર્મ(હાલ શિવાય ફાર્મ) રૂમ ૬,કિચન ૧,ઓમ ફાર્મ ૧૭ રૂમ,ગીર અતિથિ ૫ રૂમ, મારુતિ વિલા રૂમ ૮ તથા ડાઇનિંગ હોલ,ફોરેસ્ટ રેન્જ રૂમ ૧૧ તથા હોલ ૧ તથા ચિત્રોડ ગામના મુરલીધર ફાર્મ એન્ડ રિસોર્ટ ૮ રૂમ,ક્રિષ્ના રિસોર્ટ રૂમ ૧૭ કિચન ડાઇનિંગ એરિયા,નેચર રિસોર્ટ રૂમ ૧૨ કિચન ડાઇનિંગ એરિયા,ગીર વિવાન રૂમ ૯
,કિનારે રિસોર્ટ રૂમ ૧૭ સીલ કરી વાણિજ્ય હેતુની ચાલતી પ્રવૃતિઓ બંધ કરાવવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
