નવી દિલ્હી, 12 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ અભિનેતા રજનીકાંતને તેમના 75મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે, રજનીકાંતની અભિનય ક્ષમતાએ પેઢીઓને પ્રભાવિત કરી છે અને વ્યાપક પ્રશંસા મેળવી છે.
બે અલગ અલગ પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, રજનીકાંતના અભિનએ પેઢીઓને મંત્રમુગ્ધ કરી છે. તેમની ફિલ્મ કારકિર્દી વિવિધ ભૂમિકાઓ અને શૈલીઓથી ભરેલી રહી છે, જે સતત નવા ધોરણો સ્થાપિત કરે છે. તેમણે નોંધ્યું કે, આ વર્ષ ખાસ છે કારણ કે રજનીકાંતે ફિલ્મ ઉદ્યોગમાં 50 વર્ષ પૂર્ણ કર્યા છે. પ્રધાનમંત્રીએ તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી.
બીજી પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, રજનીકાંતના સિનેમા યોગદાનએ ભારતીય ફિલ્મ ઉદ્યોગ પર ઊંડી છાપ છોડી છે અને તેમની વૈવિધ્યતાએ હંમેશા દર્શકોને મોહિત કર્યા છે. પ્રધાનમંત્રીએ તેમના સ્વસ્થ અને લાંબા જીવન માટે પ્રાર્થના કરી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
