પાટણ, 30 નવેમ્બર (હિ.સ.)મુડવાડા ગામે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે કુલ ₹159 લાખના બે વિકાસ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું. આ પ્રોજેક્ટ હેઠળ મુડવાડાથી બેચરપુરા સુધીના 1.5 કિલોમીટર લાંબા નવા રસ્તાનું કામ ₹149 લાખના ખર્ચે હાથ ધરાશે, જે આસપાસના ગામોને વધુ સારી અવરજવર સુવિધા પૂરી પાડશે.
નવા માર્ગ સાથે ગામમાં ₹10 લાખના ખર્ચે સમાજવાડીનું નિર્માણ પણ થશે. આ આધુનિક સમાજવાડી સામાજિક, સાંસ્કૃતિક અને વિવિધ સામૂહિક કાર્યક્રમો માટે સુવિધાસભર કેન્દ્ર રૂપે ઉભરી આવશે, જે ગામની એકતા અને સામૂહિક વિકાસને મજબૂત બનાવશે.
ભૂમિપૂજન પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં મુકેશભાઈ ચૌધરી, દિલીપજી ઠાકોર, વિક્રમસિંહ ઠાકોર, જાવેદભાઈ, જકશીભાઈ ઠાકોર અને અન્ય અગ્રણીઓનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ
