મિયામી, નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.). પોર્ટુગીઝ સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને 2026 ફીફા વર્લ્ડ કપ માટે મોટી રાહત મળી છે. મંગળવારે, વૈશ્વિક ફૂટબોલ સંચાલક સંસ્થા, ફીફા એ તેમના પર લાદવામાં આવેલા ત્રણ મેચના પ્રતિબંધને બે મેચ માટે સ્થગિત પ્રતિબંધ માં ઘટાડી દીધો. આનો અર્થ એ થયો કે, રોનાલ્ડો હવે વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં રમી શકશે.
નવેમ્બરની શરૂઆતમાં ડબલિનમાં આયર્લેન્ડ સામેની મેચ દરમિયાન દારા ઓ’ શેયાે ને કોણી મારવા બદલ રોનાલ્ડોને રેડ કાર્ડ મળ્યું હતું. પોર્ટુગલ તે મેચ 0-2 થી હારી ગયું. 226 આંતરરાષ્ટ્રીય મેચોમાં આ 40 વર્ષીય દિગ્ગજનું પહેલું રેડ કાર્ડ હતું.
ફીફા એ ત્રણ મેચનો પ્રતિબંધ લાદ્યો હતો, જેમાંથી રોનાલ્ડો પહેલાથી જ એક મેચમાં રમી ચૂક્યો છે, કારણ કે પોર્ટુગલે આર્મેનિયાને હરાવીને 2026 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું.
ફિફા શિસ્ત સંહિતાના કલમ 27 અનુસાર, બાકીની બે મેચનો પ્રતિબંધ એક વર્ષના પ્રોબેશનરી સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવે છે, ફિફાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
તે મુજબ, જો રોનાલ્ડો આ એક વર્ષના સમયગાળામાં સમાન ગંભીર ઉલ્લંઘન કરે છે, તો તાત્કાલિક અસરથી સસ્પેન્શન હટાવી લેવામાં આવશે અને તેને બે મેચના પ્રતિબંધનો સામનો કરવો પડશે.
143 ગોલ સાથે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સર્વકાલીન અગ્રણી સ્કોરર રોનાલ્ડો, આવતા વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો અને કેનેડામાં યોજાનાર તેના છઠ્ઠા વર્લ્ડ કપમાં રમવાની તૈયારી કરી રહ્યો છે. જોકે તેણે હજુ સુધી વર્લ્ડ કપ ટ્રોફી જીતી નથી, તે યુરો 2016 ટાઇટલ ધરાવે છે.
ફિફા વર્લ્ડ કપ 2026 માટે ગ્રુપ સ્ટેજ ડ્રો 5 ડિસેમ્બરે યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
