જૂનાગઢ, 26 નવેમ્બર (હિ.સ.) : વંથલી પાલિકાની સામાન્ય સભા મળી હતી. નગરપાલિકાના પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડિયાના અધ્યક્ષસ્થાને મળેલ આ સામાન્ય સભામાં પ્રથમ વંદે માતરમ ગીત સાથે સામાન્ય સભાની શરૂઆત કરવામાં આવી હતી, તેમજ તમામ સભ્યો અને કર્મચારીઓ દ્વારા સ્વદેશી વસ્તુઓનો વપરાશ કરવા શપથ લેવામાં આવ્યા હતા. શહેરના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સી. સી.રોડ, પ્રવેશદ્વાર બનાવવા નવી નગરપાલિકા કચેરી
બનાવવા જેવા વિકાસના કામો માટે અનેક મુદ્દાઓને બહાલી આપવામાં આવી હતી આ તકે નગરપાલિકા દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રતિનિધિ તરીકે શૈલેષભાઈ ફુલેત્રા, રોગી કલ્યાણ સમિતિ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રતિનિધિ તરીકે યાસીનભાઈ અગવાનની નિમણૂંક કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં કુલ 24 સભ્યો પૈકી શાસકપક્ષના 20 તેમજ વિરોધ પક્ષના 4 સભ્યો હાજર રહ્યા હતા. જેમાં કુલ 50 મુદાઓ પૈકી 25 સર્વાનુમતે, 19 મુદા ચાર વિરુદ્ધ 20 સભ્યોની બહુમતીથી તેમજ 16 તટસ્થ મુદાઓ સાથે સામાન્ય સભાનું સમાપન કરવામાં આવ્યું હતું.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
