
મહેસાણા, 11 નવેમ્બર (હિ.સ.) કડી તાલુકાના સાદરા ગામે કૈયલ જિલ્લા પંચાયત સીટના નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાજપા પરિવારના સભ્યો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ તથા ‘સ્વદેશી સ્વીકારો સંકલ્પ’ વિષે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા આ અભિયાનોને લોકસ્તરે વધુ અસરકારક રીતે અમલમાં મુકવા માટે વિવિધ સૂચનો પર ચર્ચા થઈ.
આ અવસરે વકતા જયરાજસિંહ પરમાર, કડી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, જિલ્લા બેંક ચેરમેન વિનોદ પટેલ, જિલ્લા સભ્ય અરુણાબેન પરમાર અને તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષ ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ પરસ્પર શુભેચ્છા વહેંચી અને નવા વર્ષની શરૂઆત ઉત્સાહભેર કરવા સાથે આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
—————
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR
