જુનાગઢ, 29 ઓક્ટોબર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમા અન્નક્ષેત્રો માટે અગત્યની અપીલ
કરવામાં આવી છે. તા. 02/11/2025 થી શરૂ થતી ગિરનાર લીલી પરિક્રમા માટે બનાવાયેલ રૂટ કમોસમી વરસાદના કારણે ધોવાઈ ગયેલ છે. આથી રૂટ પર હાલ અતિ કીચડ હોવાથી વાહનો ફસાવાની શક્યતા છે. નવી સૂચના ન મળે ત્યાં સુધી અન્નક્ષેત્રના વાહનો પરિક્રમા રૂટ પર ન લાવવા વિનંતી કરવામાં આવી છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
