ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા બારી ટોલ નાકા પાસે, નિરાધાર નો આધાર આશ્રમ ખાતે દર વર્ષેની જેમ આ વર્ષે વિઘ્નહર્તા ગણપતિબાપા ની સ્થાપના રાધા કૃષ્ણ સ્વરૂપની ગણેશજીની પ્રતિમા વનરાવન ગામ ની પ્રતુતિ કરાવતી સ્થાપના કરી દસ દિવસ પૂજા આરતી પ્રભુજી દ્વારા કરીએ છીએ જેમાં ભાવનગરના કોબડી ગામે મહંત શ્રી જયદેવસરણ મહારાજ દ્વારા છેલ્લાં ઘણા વર્ષથી ગૌ સેવા ની ઉત્તમ સેવા થઈ રહી છે તે તે મહંત અત્રે નિરાધારના આધાર આશ્રમની મુલાકાત અને આરતી નો લાભ લેશે. તો તેમની સાથે આપ સૌ પણ પરિવાર સહિત પધારો તે માટે નિમંત્રણ પાઠવીએ છીએ.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
