નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.). અલ્જેરિયન બોક્સર અને ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ઇમાન ખલીફે, બુધવારે તેના ભૂતપૂર્વ મેનેજર દ્વારા કરવામાં આવેલા દાવાને ફગાવી દીધો કે, તે બોક્સિંગમાંથી નિવૃત્તિ લઈ રહી છે.
પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 66 કિલો વજન શ્રેણીમાં ગોલ્ડ જીતનાર ખલીફે સોશિયલ મીડિયા પર લખ્યું, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મારી નિવૃત્તિના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.
26 વર્ષીય ખલીફે તેના ભૂતપૂર્વ મેનેજર નસીર યસફાહ પર વિશ્વાસ તોડવા અને ખોટા નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો. તેણીએ કહ્યું, આ વ્યક્તિ હવે કોઈપણ સ્વરૂપમાં મારું પ્રતિનિધિત્વ કરતા નથી. મેં ક્યારેય નિવૃત્તિની જાહેરાત કરી નથી. હું મારી રમતગમત કારકિર્દી માટે સંપૂર્ણપણે સમર્પિત છું. હું અલ્જેરિયા અને કતારમાં નિયમિતપણે પ્રેક્ટિસ કરી રહી છું અને આગામી સ્પર્ધાઓ માટે તૈયારી કરી રહી છું.
નોંધનીય છે કે, ફ્રેન્ચ અખબાર નાઇસ માતિને, બુધવારે તેના ભૂતપૂર્વ મેનેજરને ટાંકીને દાવો કર્યો હતો કે ખલીફે બોક્સિંગ છોડી દીધું છે.
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 4 થી 14 સપ્ટેમ્બર દરમિયાન લિવરપૂલમાં યોજાવાની છે, જેના માટે નોંધણીની છેલ્લી તારીખ સોમવાર સુધી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
