ગીર સોમનાથ, 20 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ મુકામે નામાંકિત ર્ડો. સિદ્ધાર્થ બારડ દ્રારા સાશ્વત હોસ્પીટલ શરૂ કરવામાં આવી હતી, ગરીબ અને જરૂરિયાત લોકો ને મદદરૂપ થવા અને મેડિકલ સેવા ના ઉદેશ થી હોસ્પીટલ નું ઍક વર્ષ સફળતા પૂર્વ થઇ ગયું અને આગામી તા. 21 જુલાઈ 2025 ને સોમવારે સવારે 9 વાગ્યાં થી સાંજ ના 6 વાગ્યાં સુધી ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવા માં આવ્યુ છે, જેમાં ફ્રી ઓં. પી. ડી., ઈ. સી. જી. અને ફ્રી સુગર ચેકઅપ કરવા માં આવશે, દવા માં પણ વ્યાજમી ભાવે તેમજ લેબોરેટરી પણ 50% ડિસ્કાઉન્ટ આપવા માં આવશે, ર્ડો. સિધ્ધાર્થ બારડ એમ. ડી. ફીજીશ્યન હાર્ટ, લકવો, કિડની, લીવર, ડાયાબિટીસ, સર્પ ડંસ, ઝેરી દવા વગેરે રોગ ના નિષ્ણાંત ડૉક્ટર છે. હોસ્પિટલ માં દાખલ ની સુવિધાઓ ઉપલ્ધ છે, વિવેકી સ્ટાફ તથા વ્યાજમી આમ જનતા ને પોસાય અને સેવા ના ભાવ સાથે હોસ્પિટલ નું ઍક વર્ષ પૂરું થતા ફ્રી મેડિકલ કેમ્પ રાખવા માં આવીયો છે, ગીર સોમનાથ જિલ્લાના દર્દીઓઆ કેમ્પ નો લાભ લે તે અનુરોધ ર્ડો. સિધ્ધાર્થ બારડ દ્રારા કરવામાં આવ્યો.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
