નવી દિલ્હી, 7 જુલાઈ (હિ.સ.) ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઇએફએફ) એ રવિવારે એએફસી મહિલા
એશિયન કપ 2026 માટે ક્વોલિફાય
કરવા બદલ ભારતીય મહિલા ફૂટબોલ ટીમને 50,000 યુએસ ડોલર (આશરે રૂ. 42.75 લાખ) ના ઈનામની
જાહેરાત કરી.
મહિલા ટીમે શનિવારે ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં યજમાન અને
ઉચ્ચ ક્રમાંકિત થાઇલેન્ડને 2-1થી હરાવીને ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે યોજાનાર એશિયન કપ
માટે ક્વોલિફાય કર્યું.
આ પહેલા, ભારતે મંગોલિયાને 13-0, તિમોર-લેસ્ટેને 4-0 અને ઇરાકને 5-0થી હરાવીને શાનદાર જીત નોંધાવી.
એઆઈએફએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જોકે મેદાન પર
પરિણામો એકતરફી લાગે છે, તે છેલ્લા કેટલાક
વર્ષોમાં સતત આયોજન અને વિકાસલક્ષી પ્રયાસોનું પરિણામ છે. આ સફળતા માટે કોઈ ટૂંકા
રસ્તા નહોતા – તે લાંબા ગાળાના અભિગમ અને માળખાગત તૈયારીનું પરિણામ છે.
ટીમ માટે ફોરવર્ડ પ્યારી શાશા સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી
હતી. તેણીએ મંગોલિયા સામેની પહેલી મેચમાં પાંચ ગોલ કર્યા હતા.
નોંધનીય છે કે, આવતા વર્ષે યોજાનારા એશિયન કપ મહિલા વર્લ્ડ
કપ 2027 અને લોસ એન્જલસ
ઓલિમ્પિક 2028 માટે ક્વોલિફાયર
તરીકે પણ કામ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
