ગીર સોમનાથ, 6 જુલાઈ (હિ.સ.) ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજય પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત ના 28 જિલ્લા શાખા અને 27 તાલુકાની રેડ ક્રોસ શાખાના પ્રતિનિધિઓને અમદાવાદ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના હોલ ખાતે મેન્ટલ હેલ્થ હિરો તરીકેની બે દિવસ તાલીમ અપાઈ ગુજરાત સરકારના મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઓફિસર ડો. અજયભાઈ ચૌહાણ ના સહયોગ થી ડો.જયંતિ રવિ (IAS) (એડિશનલ ચીફ સેક્રેટરી ગુજરાત રાજ્ય ગાંધીનગર) ની પ્રેરક ઉપસ્થિતિમાં અનુભવી ફેકલ્ટી દિપ્તીબેન ભટ્ટ, વિભાબેન સાલલિયા, ડો. ચિરાગ પરમાર. ડો.દર્શન પટેલ, સુનિતા મહેરીયા, ચિન્મય દેસાઈ, ડો. ક્રિષ્ના દવે સહિતના તજજ્ઞોએ મેન્ટલ હેલ્થ વિષય પર દર્દીઓને ડાયોગ્નાઇસ કરવાથી લઇ સ્વસ્થ થવા સુધીનું પર્સનલ કાઉન્સિલિંગ કઈ રીતે કરી શકાય તે માટે 117 જેટલા મેન્ટલ હેલ્થ હીરો તરીકે કાઉન્સિલિંગ કરવા તાલીમ આપવામાં આવેલ જેમાં ગીર સોમનાથ રેડ ક્રોસના જોઈન્ટ સેક્રેટરી અનિષ રાચ્છ તથા લેબ. ટેકનિશયન યોગેશ સોલંકી ને વિવિધ અનુભવી ફેકલ્ટી દ્વાર મેન્ટલ હેલ્થ હીરોતરીકે તાલીમ આપવામાં આવી હતી.
આ તકે ગીર સોમનાથ રેડ ક્રોસ સોસાયટી ચેરમેન એમીરેટસ્ કિરીટ ઉનડકટ, ચેરમેન અતુલ કાનાબાર, વાઇસ ચેરમેન કમલેશ ફોફંડી, સેક્રેટરી ગિરીશ ઠક્કર, પૂર્વ સેક્રેટરી સેવારામ મુલચંદાણી, ટ્રેઝરર સમીર ચંદ્રાણી સહિતના સર્વે કમિટી સભ્યોએ રેડ ક્રોસ ગીર સોમનાથ શાખાનું પ્રતિનિધિત્વ કરતાં તાલીમ મેળવી મેન્ટલ હેલ્થ હીરો તરીકેની પદવી પ્રાપ્ત કરી રેડ ક્રોસ સોસાયટીનું ગૌરવ વધારવા બદલ બંને હીરોને અભિનંદન પાઠવ્યા હોવાનું સેક્રેટરી ગિરીશ ઠક્કરની એક અખબારી યાદીમાં જણાવ્યું છે
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
