જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા જિલ્લાની ગ્રામ્ય વિસ્તારોની લોકસમસ્યાઓના ત્વરિત ઉકેલ માટે અનોખી પહેલરૂપ “સરપંચ સંવાદ કાર્યક્રમ” શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સરપંચશ્રીઓ સાથે સીધો સંવાદ સાધીને સ્થાનિક સમસ્યાઓને સારી રીતે સમજવા અને તેમના ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવાય છે. મેંદરડા બાદ ભેંસાણ તાલુકામાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.
BulletsIn
-
જૂનાગઢ કલેક્ટરશ્રીએ તાલુકાવાર “સરપંચ સંવાદ કાર્યક્રમ”ની શરૂઆત કરી છે.
-
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારની લોકસમસ્યાઓનો સ્થળ ઉપર ઉકેલ લાવવાનો છે.
-
ભેંસાણ મામલતદાર કચેરી ખાતે ભેંસાણ તાલુકાના સરપંચશ્રીઓ સાથે સંવાદ યોજાયો.
-
કાર્યક્રમમાં 123 જેટલા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરીને યોગ્ય નિર્ણયો લેવાયા.
-
ચર્ચાના મુખ્ય વિષયો: જમીન માપણી, રોડ-પુલ નિર્માણ, ગૌચર જમીન, એસટી બસ સ્ટોપ વગેરે.
-
કાર્યક્રમ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તલાટી તથા સરપંચશ્રીઓ સાથે સીધું જોડાઈ શકે છે.
-
કલેક્ટરશ્રીએ કહ્યું કે આવા કાર્યક્રમોથી તાત્કાલિક નિરાકરણ શક્ય બને છે.
-
આ પહેલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ નોંધાવી અને બિરદાવી છે.
-
ભેંસાણ સરપંચ યુનિયન દ્વારા કલેક્ટરશ્રીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.
-
આગામી સમયમાં જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજાશે.
