ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને ઝાપટા જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વલસાડમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.
BulletsIn
- રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો.
- વલસાડમાં 6 ઇંચ, ગણદેવી અને ખેરગામમાં 5-5 ઇંચ વરસાદ.
- દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર.
- ડાંગ જિલ્લામાં કાવેરી નદીના જળસ્તરમાં 1 ફૂટથી વધુનો વધારો.
- ખડસાડ ગામમાં મુખ્ય રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી.
- 20થી વધુ જિલ્લાઓમાં આજે પણ વરસાદની શક્યતા.
- નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં નદીઓ બે કાંઠે વહેતી.
- ડાંગમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું.
- સાપુતારામાં ઘાઢ ધુમ્મ્સ અને ઝીરો વિઝીબીલીટી વચ્ચે પ્રવાસીઓ મોર્નિંગ વોક.
- ચોમાસું જામતા ડાંગમાં કુદરત સોળે કળાએ ખીલી.
