વડોદરા/અમદાવાદ : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ગઇકાલે યોજાઈ રહ્યું હતું ત્યારે વડોદરા મધર્સ સ્કૂલ ખાતે દિવ્યાંગ મતદાન મથકોમાં યુવા મતદારોનો ઉત્સાહ અદ્વિતીય હતો.
પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદાર ધ્યાન પટેલ કહે છે કે, જાગૃત મતદાર, ચોક્કસ કરશે મતદાન. દરેક મતદાન મથકો પર વ્યવસ્થા ઘણી સારી હતી. લોક તંત્રના આ મહાઉત્સવમાં સૌ મતદારોએ તેમની પ્રાથમિક જવાબદારી નિભાવવી જોઈએ તથા યુવા મતદારએ તો ચોક્કસ મતદાન કરવું જોઈએ.
