મોડાસા : હિંમતનગરમાં ગાયત્રી મંદિર પાસે આવેલ રોટરી સરસ્વતી વિદ્યામંદિરમાં આજથી બાલ વિકાસ પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો હતો. જેમાં 32નું રજીસ્ટેશન થયું હતું, જ્યારે 27 હાજર રહ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરની વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન મહર્ષિ અરવિંદ શિક્ષણ અને સેવા ટ્રસ્ટ સંચાલિત રોટરી સરસ્વતી વિદ્યામંદિરમાં 1 મેને ગુજરાત સ્થાપના દિવસને બુધવારના દિવસથી બાલ વિકાસ પ્રશિક્ષણ વર્ગ નો પ્રારંભ થયો હતો. જે 5મી મે સુધી ચાલશે. જ્યારે આ વર્ગમાં 32 જણાએ રજીસ્ટેશન કર્યું હતું. જેમાંથી 27 જણા હાજર રહ્યા હતા. સવારે 8થી 11.30 સુધી 5 દિવસ બાલ પ્રશિક્ષણ વર્ગ ચાલશે.
આ વર્ગમાં હિંમતનગરની વિવિધ શાળાઓમાંથી ભણતા વિદ્યાર્થીઓ આવ્યા હતા. જેમાં વિદ્યાલયના આધારભૂત વિષય શારીરિક શિક્ષણ, યોગ શિક્ષણ, સંગીત શિક્ષણ, સંસ્કૃત અને નૈતિક શિક્ષણનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ પ્રારંભ સત્રમાં ટ્રસ્ટ વ્યવસ્થાપક ચૈતન્ય ભટ્ટ અને વિદ્યાભારતી સંગઠનમાંથી બાબુભાઈ રથવી અને વિદ્યાલયના પ્રધાનાચાર્ય પ્રજ્ઞા જોશી તથા વિદ્યાલયના શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા.
