મેડ્રિડ, નવી દિલ્હી, 2 એપ્રિલ એથ્લેટિક બિલબાઓ ના ડિફેન્ડર યેરે અલ્વારેઝ, આવતા શનિવારે મલોર્કા સામેની કોપા ડેલ રે ફાઇનલમાં નહિ રમી શકે. રિયલ મેડ્રિડ સામે રવિવારની મેચ દરમિયાન અલ્વારેઝને કમર માં ઈજા થઈ હતી, જે મેચ એથ્લેટિક બિલબાઓ, 2-0થી હારી ગયો હતો.
ક્લબે સોમવારે મેડિકલ રિપોર્ટ જાહેર કરીને તેની ઈજાની પુષ્ટિ કરી હતી.
જોકે ધ એથ્લેટિકે કહ્યું કે, ઈજા બહુ ગંભીર નથી, પરંતુ 29 વર્ષીય ડિફેન્ડર માટે શનિવારની મેચ માટે સમયસર સ્વસ્થ થવું લગભગ અશક્ય લાગે છે.
યેરે, આ સિઝનમાં ઇજાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, ઓક્ટોબરમાં કમરનું ઓપરેશન થયું હતું જેણે તેને લગભગ ચાર મહિના સુધી બહાર રાખ્યો હતો, જોકે તે છેલ્લા બે મહિનામાં સારા ફોર્મમાં છે.
આપને જણાવી દઈએ કે, જો એથ્લેટિક બિલબાઓ ફાઈનલ મેચ જીતશે તો ક્લબ 1984 પછી પ્રથમ વખત કોપા ડેલ રે ટાઈટલ જીતશે.
