

મહાશિવરાત્રી મહોત્સવ નિમિત્તે અમરનાથ જ્યોતિર્લિંગ દર્શન. પ્રોજેક્ટર શો આધ્યાત્મિક પ્રદર્શન યોજાયું.
મહિલા દિન નિમિત્તે કુમારી પ્રિયાંજલી રૈના ઈન્ડિગો એરલાઇન મુખ્ય પાયલોટ નું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું .
ભરૂચ : તપોવન પઠાર સેવા કેન્દ્રએ 88 મો ત્રિમૂર્તિ શિવજયંતિ મહાશિવરાત્રી મહોત્સવ નિમિત્તે અમરનાથ જ્યોતિર્લિંગ દર્શન ,પ્રોજેક્ટર શો ,શિવ ભજન કીર્તન ,મહા આરતી ,આધ્યાત્મિક પ્રદર્શન આયોજન કર્યું હતું. જેનો આજુબાજુના 10 થી 12 જેટલા ગામડાના ગ્રામજનોએ લાભ લીધો હતો. ઈશ્વરીય સંદેશ આપી બ્રહ્માકુમારી હેમાબેને જાહેર કાર્યક્રમમાં મહાશિવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે સર્વે શિવબાબા ના ભક્તોને શિવ મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ ડોક્ટર શશીકુમાર નાયબ ચીફ કંજરવેટીવ ઓફ ફોરેસ્ટ સુરતથી ખાસ પધારી ગ્રામજનોને બ્રહ્માકુમારી સંસ્થા સાથે સેવાર્થે જોડાવાની અપીલ કરી હતી. પરમાત્મા શિવની મધુર શિક્ષાઓ જીવનમાં ધારણ કરવાની હાકલ કરી હતી.
ચાર દિવસના કાર્યક્રમને અંતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે તારીખ 10 ના રોજ સવારે 10:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી 88 ત્રિમૂર્તિ શિવ જયંતિ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હૃદયરોગ ,ડાયાબિટીસ, ફેફસાના રોગો ,પેટની તકલીફો ,મગજની બીમારી કોઈપણ પ્રકારના તાવ શરીર કે સાંધાના દુખાવા માટે જરૂરી સારવાર કરી મફતમાં દવા આપવામાં આવશે તેવો અનુરોધ કરી લાભ લેવા સંસ્થાએ નિમંત્રણ આપ્યું છે .
આ પ્રસંગે રિદ્ધિ ફાર્માના દિનેશ મોદી હાજર રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. મહિલા દિન નિમિત્તે કુમારી પ્રિયાંજલી રૈના ઈન્ડિગો એરલાઇન મુખ્ય પાયલોટ નું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું .પઠાર વિસ્તારની દીકરીઓ માટે ખાસ પ્રેરણા રૂપ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
