મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ગુજરાતના જામનગરમાં તેમના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમ માટે વિશ્વભરમાંથી કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને બોલીવુડના અનેક કલાકારો જામનગર પહોંચી રહ્યા છે.
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા જામનગર એરપોર્ટ પર એક પછી એક ઘણા કલાકારો જોવા મળી રહ્યા છે. અંબાણી પરિવારે એરપોર્ટ પરથી મહેમાનોને લેવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. મહેમાનોને હોટેલ સુધી લઈ જવા માટે BMW, રેન્જ રોવર, રોલ્સ રોયસ જેવી ઘણી કાર મોકલવામાં આવી રહી છે. મહેમાનોના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રાહા, નીતુ કપૂર જામનગર પહોંચી ગયા છે. શાહરૂખ ખાન અને તેના પરિવાર ઉપરાંત ભાઈજાન સલમાન ખાન, અમિતાભ બચ્ચન, અર્જુન કપૂર, માનુષી છિલ્લર, જાહ્નવી કપૂર જેવા અનેક કલાકારો જામનગર પહોંચ્યા છે. પ્રી-વેડિંગ ઈવેન્ટ માટે ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ પહોંચી ગયો છે. એવું લાગે છે કે અંબાણી પરિવારે આ પ્રસંગ માટે મનીષ મલ્હોત્રાના ડિઝાઈન કરેલા કપડાં પસંદ કર્યા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની ભવ્ય બનવા જઈ રહી છે. વિશ્વ વિખ્યાત ગાયિકા રીહાન્ના અને તેની ટીમ પણ જામનગર આવી છે. રિહાન્ના સાથે, અરિજિત સિંહ, દિલજીત દોસાંઝ, બી પ્રાક, પ્રીતમ, હરિહરન અને અજય-અતુલ પણ ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ઈવેન્ટમાં પરફોર્મ કરશે.
