નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને 82 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ 77 ડોલરની નજીક પહોંચી ગયું છે. ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. 96.72, ડીઝલ રૂ. 89.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31, ડીઝલ રૂ. 94.27, કોલકતામાં રૂ. 106.03, ડીઝલ રૂ. 92.76, ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.
આજે, આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, બ્રાન્ડેડ ક્રૂડ 2.05 ડોલર એટલેકે 2.45 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 81.62 ડોલર પર સ્થિર છે. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડમાં પણ 2.12 ડોલર એટલેકે 2.70 ટકાના ઘટાડા સાથે પ્રતિ બેરલ 76.49 ડોલર પર રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ
