દ્વારકા/અમદાવાદ,23 ફેબ્રુઆરી : ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી જાહેરાત અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાની નગરપાલિકા,ગ્રામ પંચાયત વિસ્તારમાં છુટક ગટર સફાઈનું કામ કરતાં રોજમદાર સફાઈ કામદારોને ગટરની સફાઈ કરવા મટે જરૂરી ડિઝલ મશીન, લોડીંગ સાયકલ, પાઇપ તેમજ સલામતીના સાધનોની ખરીદી કરવા માટે મહત્તમ રૂ. 50,000 ની મર્યાદામાં લાભાર્થીઓને કોમ્પ્યુટરાઈઝ ડ્રો સીસ્ટમથી સહાય આપવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. પાત્રતા ધરાવતી વ્યક્તિઓ 29 ફેબ્રુઆરી સુધીમાં નિગમની વેબસાઈટ https:/gskvnonline.Gujarat.gov.in ઉપર ફોર્મ ભરી શકાશે. અરજી ફોર્મ કન્ફર્મ થયા બાદ અરજદારે ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર – પુરાવા સહિત જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન, દેવભૂમિ દ્વારકા ખાતે 6 માર્ચ,2024 સુધીમાં જમા કરાવવાની રહેશે. ફોર્મ ભરતા સમયે કોઈ મુશ્કેલી જણાઈ તો કચેરી સમય દરમિયાન માર્ગદર્શન મેળવી લેવું.
