
નવી દિલ્હી, 06 ફેબ્રુઆરી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 79 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 73 ડોલર આસપાસ છે. તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72, ડીઝલ રૂ. 89.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31, ડીઝલ રૂ. 94.27, કોલકતામાં રૂ. 106.03, ડીઝલ રૂ. 92.76, ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના બીજા દિવસે શરૂઆતના કારોબારમાં, બ્રાન્ડેડ ક્રૂડ 0.05 ડોલર એટલેકે 0.06 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 78.04 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.05 ડોલર એટલેકે 0.07 ટકાના વધારા સાથે 72.83 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, લગભગ બે વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઇલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ અનુમાન લગાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં કુલ રૂ. 39,356 કરોડનો નફો થશે. છેલ્લા નવ મહિનામાં જ આ કંપનીઓએ તેના કરતા ઘણો વધુ નફો કર્યો છે.
