
સુરત, 5 ફેબ્રુઆરી:-સલાબતપુરામા આવેલા રૂસ્તમપુરા અકબર શહીદના ટેકરા ખાતે આવેલા એક મકાનમાં પોલીસે છાપો માર્યો હતો. છેલ્લા ઘણા સમયથી અહિંથી ગૌમાંસ વેચાતું હોવાની વાતને લઈને ગૌ રક્ષકોની ટીમને મળેલી ચોક્કસ માહિતીના આધારે છાપો મારવામાં આવ્યો હતો. જેમાં ઘટના સ્થળેથી જ બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતાં.
પોલીસને સ્થળ પરથી 63 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. સમગ્ર કેસમાં બે ઝડપાયા જ્યારે ત્રણથી વધુ લોકોને વોન્ટેડ જાહેર કરાયા હતાં. યુસુફ શેખ અને મદાર કુરેશી નામના ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ સલાબતપુરા પોલીસે આરોપીઓને ઝડપી લઈને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
