મોડાસા, 27 જાન્યુઆરી સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર ૭૫ માં પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરાઈ
ત્યારે મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે ધી એમ આર ટી સી એસ ઘાંચી હાઇસ્કુલ ખાતે પણ ધ્વજવંદન કરી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા ધ્વજવંદનના મુખ્ય મહેમાન જયદતસિંહજી પુવાર (કેમ્પસ ડાયરેક્ટર તત્વ એન્જિનિયરિંગ કોલેજ મોડાસા) ના વરદ હસ્તે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો હતો મુખ્ય મહેમાન જયદતસિંહજી પુવાર દ્વારા ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી
કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ વિવિધ સંસ્થાના આગેવાનો મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના હોદ્દેદારો ગામમાંથી પધારેલ વેપારી મિત્રો અગ્રણીઓ વિદ્યાર્થીઓ વાલીશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી ઉપસ્થિત આમંત્રિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરાયું હતું ધી.એમ.આર.ટી.સી. એસ.ઘાંચી હાઇસ્કુલ ખાતે ગત માર્ચ ૨૦૨૩ માં ધોરણ ૧૦ માં સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું ટ્રોફી આપી સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા અન્ય ધોરણમાં પણ પરીક્ષામાં સારું પરિણામ લાવનાર બાળકોને પણ આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે ઇનામ વિતરણ કરાયું હતું
ત્યારબાદ બાળકો દ્વારા કલાકૃતિઓનું પ્રદર્શન અને આનંદ મેળા ના આયોજન ને ખુલ્લુ મુકાયું હતું હાઈસ્કૂલના બાળકો દ્વારા સુંદર મજાના ખાણીપીણીના સ્ટોલ ઊભા કરી આનંદ મેળા ની મોજ માણી હતી આનંદ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા
ટીંટોઇ ખાતે આવેલ ન્યુ નોબલ પ્રાઇમરી સ્કૂલ ખાતે પણ ૭૫ માં પ્રજાસત્તાક પર્વની દબદબા ભેર ઉજવણી કરી ધ્વજવંદન કરાયું હતું તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા ન્યુ નોબલ પ્રાઇમરિ સ્કૂલ દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં જઈ દેશભક્તિ, જનજાગૃતિ, સંવિધાનના કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ જાહેર માર્ગો પર યોજાયા હતા શાળાનું પટાંગણ તથા ટીંટોઈ ગામના મુખ્ય બજાર દેશભક્તિના રંગમાં રંગાયું હતું. વંદે માતરમ, ભારત માતાકી જયના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું
