
અંબાજી,26 જાન્યુઆરી : આજે 26 મી જાન્યુઆરી ના 75માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી દેશ ભર માં થઇ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ના આદિવાસી વિસ્તાર ના દાંતા તાલુકા કક્ષા ની આ પ્રજાસત્તાક દિન ની ઉજવણી રીંછડી ગામ ખાતે કરવામાં આવી હતી જ્યાં મામલતદાર અજીત સિંહ ચોહાણ એ ધ્વજ ફરકાવી સલામી આપી હતી સાથે રીંછડી ગામ એ મુખ્યમંત્રી નું દત્તક લીધેલું ગામ હોવાથી આ વિસ્તાર ના આદિવાસી લોકો ને પણ આઝાદી પર્વ ની જાણકારી પ્રાપ્ત થાય સાથે આ વિસ્તાર નો વિકાસ થઇ શકે તે માટે આ રીંછડી ગામ ની પસંદગી કરવામાં આવી હતી અને પ્રજાસત્તાક દિન ઉપક્રમે દેશભક્તિ ના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન શાળા કમ્પાઉન્ડ માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારીકંદર્પ પંડ્યા સહીત પોલીસ અધિકારીઓ એ પણ વૃક્ષારોપણ કર્યું હતું ને અંતરિયાળ વિસ્તાર માં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર શાળા ના શિક્ષકો,ચૂંટણીલક્ષી કામગીરી કરતા BLO ને પ્રમાણપત્રો આપી સમ્માનિત કરાયા હતા આ સાથે અંબાજી ની વિવિધ શૈક્ષણિક સંસ્થા ઓ , પંચાયત કચેરી માં પણ 75 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી
