ચેન્નઈ (તામિલનાડુ), નવી દિલ્હી, 25 જાન્યુઆરી : પોંડિચેરી યુનિવર્સિટી (પોંડેચેરી) એ વિકસિત ભારત @2047 હેઠળ વિદ્યાર્થીઓને સંવેદનશીલ અને પ્રોત્સાહિત કરવા તેની પ્રવૃત્તિઓ શરૂ કરી છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપરાષ્ટ્રપતી જગદીપ ધનખડ, 28 જાન્યુઆરીએ એક ખાસ કાર્યક્રમને સંબોધશે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરશે. આ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશભરના વાઇસ ચાન્સેલરો અને ફેકલ્ટી સભ્યોને આ આંદોલનમાં ભાગ લેવા અને વિદ્યાર્થીઓને સલાહ આપવામાં અગ્રણી ભૂમિકા ભજવવા વિનંતી કરી છે.
આ ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને પોંડિચેરી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. થારાનીકારાસુએ, પ્રો મિની મેરેથોન અંતર્ગત ઘણી મહત્વાકાંક્ષી ઈવેન્ટ્સનું આયોજન કર્યું છે. જેમાં વિભાગ કક્ષાની વર્કશોપ, એનસીસી/એનએસએસ શિબિરો/નિબંધો, ચર્ચાઓ, પ્રશ્નોત્તરી કાર્યક્રમો અને ચિત્ર સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. પોંડિચેરી યુનિવર્સિટીની વેબસાઈટ પર વિકસિત ભારત @2047 માટે, એક અલગ વેબપેજ પણ બનાવવામાં આવ્યું છે. વિકસિત ભારત@2047ના ઉદ્દેશ્યોને પ્રકાશિત કરવામાં, પોંડિચેરી યુનિવર્સિટી હાલમાં ભારતમાં પાંચમા ક્રમે છે.
