સુરત,23 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્ર સરકારના યુવા કાર્ય અને રમત ગમત મંત્રાલય દ્વારા મહારાષ્ટ્રના નાસિક ખાતે આયોજિત 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવની ઉજવણી કરાય હતી. જેમાં નેહરુ યુવા કેન્દ્રના દિપક જાયસસ્વાલે સુરતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પાંચ દિવસીય યુવા મહોત્સવમાં સાહસિક પ્રવૃતિઓ, યુવા સંવાદ, યુવા સમિટ, ફૂડ ફેસ્ટિવલ અને સુવિચાર જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી નોંધાવી પોતાના મહત્વના યોગદાન સાથે તેમણે સમગ્ર સુરત જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
