નવી દિલ્હી, 23 જાન્યુઆરી (હિ.સ.) અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહની સાથે, દેશની અર્થવ્યવસ્થામાં સનાતન અર્થવ્યવસ્થાનો એક નવો અધ્યાય ઉમેરાયો છે. જે સમગ્ર દેશમાં ઝડપથી વિસ્તરણ કરવાની મોટી સંભાવના ધરાવે છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) એ, જણાવ્યું હતું કે,” એક અંદાજ મુજબ, શ્રી રામ મંદિરના સમારોહની ઉજવણીએ, દેશભરમાં આશરે રૂ. 1.25 લાખ કરોડનો બિઝનેસ કર્યો હતો. જેમાંથી લગભગ રૂ. 25 હજાર કરોડ, એકલા દિલ્હીમાં અને લગભગ રૂ. 40 હજાર કરોડનો વેપાર ઉત્તર પ્રદેશમાં, માલ અને સેવાઓ દ્વારા થયો છે.
કૈટના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે મંગળવારે જણાવ્યું હતું કે,” દેશમાં આવું પહેલીવાર છે, જ્યારે શ્રદ્ધા અને ભક્તિના કારણે, આટલી મોટી રકમ, વ્યાપાર દ્વારા દેશના બજારોમાં આવી છે.” ખંડેલવાલે કહ્યું કે,” ખાસ વાત એ છે કે, આ બધો ધંધો નાના વેપારીઓ અને નાના ઉદ્યમીઓ દ્વારા, કરવામાં આવ્યો હતો. જેના કારણે આ પૈસા બિઝનેસમાં આર્થિક પ્રવાહિતામાં, વધુ વધારો કરશે.” તેમણે કહ્યું કે,” શ્રી રામ મંદિરના કારણે, દેશમાં ઘણી નવી બિઝનેસ તકો, ઉભી થઈ છે. લોકોને મોટા પાયે, રોજગારીની તકો પણ મળશે.”
ખંડેલવાલે કહ્યું કે,” હવે સમય આવી ગયો છે, જ્યારે ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સે બિઝનેસમાં, નવા આયામો ઉમેરવાનો પ્રયાસ કરવો જોઈએ.” તેમણે કહ્યું કે,” કૈટ, ટૂંક સમયમાં નવી દિલ્હીમાં આ વિષય પર એક સેમિનારનું આયોજન કરવા જઈ રહી છે.” ખંડેલવાલે જણાવ્યું હતું કે,” કૈટના હર શહેર અયોધ્યા-હર ઘર અયોધ્યા, રાષ્ટ્રીય અભિયાન હેઠળ 1 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી, દેશના 30 હજારથી વધુ નાના-મોટા વેપારી સંગઠનોએ, દેશભરમાં 1.5 લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જેમાં 22 જાન્યુઆરીએ જ, એક લાખથી વધુ કાર્યક્રમોનું, આયોજન કરવામાં આવ્યું હતું.”
તેમણે જણાવ્યું કે,” આ કાર્યક્રમોમાં મુખ્યત્વે લગભગ 2 હજાર શોભાયાત્રા, 5 હજારથી વધુ બજારોમાં શ્રી રામફેરી, 1000 થી વધુ શ્રી રામ સંવાદ કાર્યક્રમો, 2500 થી વધુ સંગીતમય શ્રી રામ ભજન અને શ્રી રામ ગીતના કાર્યક્રમોનું, આયોજન કરવામાં આવ્યું હતું. 22 જાન્યુઆરીએ દેશભરના વેપારી સંગઠનો દ્વારા, બજારોમાં 15 હજારથી વધુ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી હતી અને 50 હજારથી વધુ સ્થળોએ સુંદરકાંડ, હનુમાન ચાલીસા, અખંડ રામાયણ અને અખંડ દીપકના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે દેશભરમાં વેપારીઓએ 40 હજારથી વધુ ભંડારોનું આયોજન કર્યું હતું.”
ખંડેલવાલે એમ પણ કહ્યું કે,” દેશભરમાં શ્રી રામ મંદિરના કરોડો મોડલ, માળા, પેન્ડન્ટ, બંગડીઓ, બિંદીઓ, કડા, રામ ધ્વજ, રામ પટકા, રામ ટોપી, રામ ચિત્રો, રામ દરબારના ચિત્રો, શ્રી રામ મંદિરના ચિત્રો વગેરેનું પણ. જબરદસ્ત વેચાણ થયુ હતુ. આ સાથે દેશભરના પંડિતો અને બ્રાહ્મણોને, પણ મોટા પાયે આવક મળી હતી.” તેમણે કહ્યું કે,” પ્રસાદ તરીકે કરોડો કિલો મીઠાઈઓ, અને ડ્રાયફ્રૂટ્સ વેચવામાં આવ્યા હતા. આ બધું આસ્થા અને ભક્તિના મહાસાગરમાં ડૂબેલા લોકોએ, કર્યું અને આવું દ્રશ્ય આખા દેશમાં પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું. કરોડો રૂપિયાના ફટાકડા, માટીના દીવા, પિત્તળના દીવા અને અન્ય વસ્તુઓનું પણ, દેશભરમાં વિપુલ પ્રમાણમાં વેચાણ થયું હતું.”
તેમણે કહ્યું કે,” આવનારા સમયમાં લોકો શ્રી રામ મંદિરને, ભેટમાં આપે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. લગ્નમાં મહેમાનોને ભેટ તરીકે, શ્રી રામ મંદિર આપવાનું શરૂ થઈ ગયું છે. દેશના 9 કરોડથી વધુ વેપારીઓની, શ્રી રામ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરવા માટે, કૈટ એ સનશાઈન ફાઉન્ડેશન સાથે મળીને, એક ખૂબ જ મધુર ગીત તૈયાર કર્યું છે. દરેક વાદ્યમાં રામ બજે – દરેક ઘરમાં અયોધ્યા સજે. આ સંકલ્પ લેવો છે. – શ્રી રામકો ‘ઘર ઘર લાના હૈ’ રિલીઝ કર્યું છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ / માધવી
