નવી દિલ્હી, 22 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે સાંજે 19 બાળકોને અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પ્રદાન કરશે. જેમાં નવ છોકરાઓ અને 10 છોકરીઓનો સમાવેશ થાય છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે (મંગળવારે) આ બાળકો સાથે વાત કરશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, 2024 છ કેટેગરીમાં આપવામાં આવશે – કલા અને સંસ્કૃતિ (7), બહાદુરી (1), નવીનતા (1), વિજ્ઞાન અને ટેકનોલોજી (1), સમાજ સેવા (4) અને રમતગમત (5). એવોર્ડ સમારોહમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને રાજ્યમંત્રી ડો.મુંજપરા મહેન્દ્રભાઈ ઉપસ્થિત રહેશે. સરકાર દ્વારા 5 થી 18 વર્ષની વયના બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે. દરેક એવોર્ડ મેળવનારને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.”
આ પુરસ્કાર વિજેતાઓમાં આદિત્ય વિજય બ્રહ્મણે (મરણોત્તર), અનુષ્કા પાઠક, અરિજિત બેનર્જી, અરમાન ઉબ્રાની, હેત્વી કાંતિભાઈ ખીમસૂર્યા, ઈશ્ફાક હમીદ, મોહમ્મદ હુસૈન, પેંડ્યાલા લક્ષ્મી પ્રિયા, સુહાની ચૌહાણ, આર્યન સિંહ, અવનીશ તિવારી, ગરિમા, સન્યાસી, જે., આદિત્ય યાદવ, ચાર્વી એ, જેસિકા નેઇ સરિંગ, લિન્થોઇ ચનંબમ અને આર સૂર્ય પ્રસાદ.
હિન્દુસ્થાન સમાચાર/ વિજયલક્ષ્મી / મુકુંદ / માધવી
