બોટાદ, 16 જાન્યુઆરી(હિ. સ.) શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.16-01-2024ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને શેરડીનો દિવ્ય શણગાર કરાવવામાં આવેલ તથા સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લીધેલ.
હિન્દુસ્થાન સમાચાર/ પ્રકાશ સોલંકી/માધવી
