નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં, સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડ 79 ડોલરની નજીક છે અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ 73 ડોલરની નજીક છે. જોકે, જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. 96.72, ડીઝલ રૂ. 90.08, મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31, ડીઝલ રૂ. 94.27, કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03, ડીઝલ રૂ. 92.76, ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના બીજા દિવસે શરૂઆતના કારોબારમાં, બ્રાન્ડેડ ક્રૂડ 0.16 ડોલર એટલેકે 0.20 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 78.31 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.10 ડોલર એટલેકે 0.14 ટકાના વધારા સાથે 72.58 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ / ડો.હિતેશ /માધવી
