• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > મુખ્યમંત્રીએ દિયોદર ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હત અને લોકાર્પણ કર્યું
Regional

મુખ્યમંત્રીએ દિયોદર ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હત અને લોકાર્પણ કર્યું

CliQ INDIA
Last updated: January 16, 2024 2:30 am
CliQ INDIA
Share
7 Min Read
SHARE
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું

ગાંધીનગર, 15 જાન્યુઆરી (હિ.સ.): દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશકત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી ”સહકારથી સમૃદ્ધિ” ની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદેશ્ય સાથે બનાસ ડેરી, દિયોદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે રૂ. ૩૨૪.૭૭ કરોડના નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રિડ રિસર્ચ સેન્ટર(BBBRC)નું ખાતમુહૂર્ત, બાદરપુરા ખાતે રૂ. ૪૫ કરોડના ખર્ચે પ્રતિદિવસની ૫૦ મેટ્રિક ટન ક્ષમતાના નવનિર્મિત અલ્ટ્રા મોર્ડન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે ૧૦,૦૦૦ કે.જી પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વ્હે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેન્ક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઇ- ખાતમુહૂર્ત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઈક્રો ATM અને કિશાન ક્રેડીટ કાર્ડ તથા ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક. લી. ના બનાસકાંઠા અને પંચ મહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે મહિલા પશુપાલકોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ્સનું વિતરણ પણ કરાયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ બનાવવા માટે સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મુક્યો છે. દેશમાં આઝાદી પછી પહેલીવાર સહકાર મંત્રાલયની રચના કરી તેનું સુકાન ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને સોંપ્યું છે.

સહકારી ક્ષેત્ર ગ્રામીણ અર્થતંત્રને સુગ્રથિત કરવાનો ઉત્તમ માર્ગ છે. સહકારી ક્ષેત્ર તેના પરંપરાગત વ્યવસાયથી આગળ નીકળે એ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રીફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો છે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી દ્વારા સૌ સહકારી ક્ષેત્રનો ઉત્સવ ઉજવવા ભેગા થયા છીએ એમ જણાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સહકારીક્ષેત્રમાં અનેકવિધ નીતિવિષયક નિર્ણયોના લીધે ભવિષ્યમાં આ ક્ષેત્ર દેશને વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સહકારી મંડળીઓ (પેક્સ) દ્વારા જન જન સુધી વિવિધ સેવાઓનો લાભ પહોંચાડવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિચારને મૂર્તિમંત કરવાનું કામ સહકાર મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં થતાં અનેક લોકોને લાભ થયો છે.

બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પેક્સ અને બેન્ક મિત્રની સેવાનો લાભ આપવાની શરૂઆત થઈ છે. આગામી સમયમાં પેક્સ- સહકારી મંડળીઓ સહકારી કચેરીઓ બનશે જે સમગ્ર દેશના સહકારી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાનો સહકારી ક્ષેત્રના વિકાસમાં બહુ મૂલ્ય ફાળો છે. બનાસ ડેરી અને બનાસ બેન્ક દ્વારા થનારા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો ભવિષ્યમાં સમગ્ર દેશ માટે દિશાસૂચક બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વિશ્વાસનું વળતર વિકાસથી આપવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે રાજ્ય સરકાર પણ સહકારથી સમૃદ્ધિના માર્ગ પર આપ સૌની સાથે છે તેવો વિશ્વાસ આપતાં ભારતને અમૃતમય ભારત બનાવવા સૌને આહવાન કર્યું હતું.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે આજનો દિવસ બનાસનાં ઇતિહાસનો સુવર્ણ દિવસ છે. આજે દેશની મહત્વની સહકારીતા યોજનાઓનો શુભારંભ બનાસની ધરતી પરથી થયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં સહકારીતા મંત્રી અમિતભાઇ શાહના નતૃત્વમાં આજે દેશના સહકારીતા વિભાગને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે. જેનો સૌથી વધુ લાભ બનાસને મળી રહ્યો છે. આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ થકી આપણી સમૃદ્ધિ વધી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિશેષ આભાર માનતા જણાવ્યું હતું કે આજે પશુપાલકોને વધુ ભાવફેર મળે છે તેનો શ્રેય મુખ્યમંત્રીને જાય છે. દૂધના પાઉડરમાં તેમણે આપેલી સબસીડીથી ગુજરાતની તમામ ડેરીઓનું આર્થિક ભારણ ઘટયું છે. આજે ક્રેડિટ કાર્ડથી વગર વ્યાજે રૂપિયા 50 હજાર પશુપાલકોને મળશે. જે બનાસના પશુપાલકો માટે વિશેષ ભેટ છે. જેની ગેરંટી આપણી બનાસ ડેરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકાર થકી ભીલડી ખાતે પશુ સંવર્ધન માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આપણી દેશી ગાયનું સંવર્ધન થતાં દેશી ગાય પણ 25 લીટર થી વધુ દૂધ આપતી થશે. જેથી દૂધક્ષેત્રે બનાસમાં મોટી ક્રાંતિ આવશે.

ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટોનું ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક લોકોને ખૂબ મોટો લાભ થશે. ગુજરાત અને દેશના અનેક રાજ્યો સહકારથી જ સમૃદ્ધ થયા છે. બનાસકાંઠા જિલ્લાને જોઈ અન્ય જિલ્લાઓને પણ પ્રેરણા મળશે એમ જણાવતાં મંત્રીએ કહ્યું કે આગામી પચ્ચીસ વર્ષમાં આપણે શું કરવું એનો રોડમેપ તૈયાર છે ત્યારે એમાં સહભાગી બનવા સૌને અનુરોધ કર્યો હતો.

સહકાર રાજ્યમંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં દેશભરમાં સહકારી ચળવળ મજબૂત થાય અને સહકાર ક્ષેત્ર આત્મનિર્ભર બને એ માટે કામ થઇ રહયું છે. આજે ”સહકાર થી સમૃદ્ધિ” નો સંકલ્પ સાકાર થઇ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં બનાસ ડેરીની પશુપાલક બહેનો દૂધ પુરું પાડી રહી છે. તેઓએ પશુપાલકોના બાળકોના તબીબી શિક્ષણ માટે શરૂ થયેલ બનાસ મેડિકલ કોલેજની પણ પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું કે સહકારી ક્ષેત્રના વિકાસથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે.

ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું કે, તમામ સહકારી સંસ્થાઓ એકબીજા સાથે રહી બેન્કિંગ વ્યવહાર કરે અને પરસ્પર સમન્વય વધે એવી દીર્ઘદ્રષ્ટિથી ”સહકારીતામાં સહકાર”ના પાયલોટ પ્રોજેકટની શરૂઆત બનાસકાંઠા અને પંચમહાલથી કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ, સાંસદ પરબતભાઇ પટેલ, બાબુભાઈ દેસાઈ, ભરતસિંહ ડાભી, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, લવિંગજી ઠાકોર, પ્રવિણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, આર.બી.આઇ.ના ઉપ ગવર્નર એમ.રાજેશ્વર રાવ, ભારત સરકારના સહકાર સચિવ જ્ઞાનેશ્વરકુમાર, નાબાર્ડ ચેરમેન શાજી કે.વી., બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી, વિવિધ ડેરીના ચેરમેનઓ, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, સંગઠનના જિલ્લા પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા, કલેકટર વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ

You Might Also Like

સુરતમાં મહિલા RFOને માથામાં ગોળી વાગવાની રહસ્યમય ઘટના
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ બાદ એક શુભેચ્છકની સરાહનીય પહેલ
માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા ૬ જેટલા રોડ રસ્તા ઉપર ડામર પેચ વર્કની કામગીરી કરવામાં આવી
હિંમતનગરમાં 1400 વિધાર્થીઓને ફાયર ટીમે લાઈવ ડેમોસ્ટ્રેશન બતાવી કઈ પરિસ્થિતિમાં કેવી રીતે કામગીરી કરવી તે સમજાવ્યું
ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ભાજપના કાર્યકરોની બેઠક યોજાઈ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ: ચંપત રાય
Next Article પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કલ્યાણના હેતુસર જનજાગૃતિ માટે રાજ્યભરમાં તા. 14 થી 31 જાન્યુ. સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયું ઉજવાશે
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?