નવી દિલ્હી, 13 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના લોકો તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યા છે. માત્ર દિલ્હી જ નહીં એનસીઆર ના લોકો પણ ઠંડીથી પરેશાન છે. આજે (શનિવાર) સવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 3.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગઈકાલે તે 3.9 ડિગ્રી સેલ્સિયસ હતું. શુક્રવારે દિલ્હીમાં ઠંડીનો પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. ભારતીય હવામાન વિભાગે આજે સવારે એક્સના ડેટા જાહેર કર્યા છે.
વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે નોંધાયેલું તાપમાન આ સિઝનનું સૌથી ઓછું તાપમાન છે. આમ, આજની સવાર સિઝનની સૌથી ઠંડી સવાર હતી. શનિવારે સવારે દિલ્હીમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન સફદરજંગમાં 3.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલું જ નહીં, દિલ્હી-એનસીઆર ના મોટાભાગના વિસ્તારો આજે સવારે ધુમ્મસની ચપેટમાં રહ્યા હતા. ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી શૂન્ય અને કેટલીક જગ્યાએ દસ મીટર સુધી નોંધાઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
