
મોરબી/અમદાવાદ,12 જાન્યુઆરી (હિ.સ.) સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજીત મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષા સિનિયર સીટીઝન (60 વર્ષથી ઉપર) ભાઈઓ,બહેનોની એથ્લેટીકસ, યોગાસન, ચેસ, રસ્સાખેંચ, વોલીબોલ, કેરમ વગેરે જેવી સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, મોરબી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી 20 જાન્યુઆરી સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે. ભાગ લેનાર ખેલાડીઓના આવનાર એન્ટ્રીના આધારે કાર્યક્રમની તારીખની જાણ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર/
