અમદાવાદ,11 જાન્યુઆરી (હિ.સ.) વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ કરવા ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો ત્રિ-દિવસીય પ્રવાસ પૂર્ણ કરી બુધવારે રાત્રે દિલ્હી જવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યપાલએ ભાવભીની વિદાય આપી હતી.
આ તકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી અને જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. સહિત વરિષ્ઠ અધિકારીઓએ વડાપ્રધાનને ભાવસભર વિદાય આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર/
