નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિં.સ.) બજેટ એરલાઇન ઇન્ડિગોની અમદાવાદ અને અયોધ્યા વચ્ચે, પ્રથમ ત્રિ-સાપ્તાહિક ફ્લાઇટ સેવા શરૂ થઈ છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહ સહિત, અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ગુરુવારે ફ્લાઈટને ફ્લેગ ઓફ કરી હતી.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અયોધ્યા અને અમદાવાદ વચ્ચે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ સેવાનું ઉદ્ઘાટન કર્યા બાદ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રેસને સંબોધતા કહ્યું કે,” ભગવાન શ્રી રામની અસીમ કૃપા અને વડાપ્રધાનના સંકલ્પને કારણે અયોધ્યાને, મહર્ષિ વાલ્મીકિની ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાપ્તિ થવાની સાથે, નવી એરલાઇન સેવાઓ શરૂ કરવામાં આવી છે.” તેમણે કહ્યું કે,” અમદાવાદ અને અયોધ્યા વચ્ચે ઈન્ડિગો એરલાઈનની સીધી ફ્લાઈટ માત્ર પ્રવાસનને વેગ આપશે એટલું જ નહીં, પરંતુ રોજગાર સર્જન અને આર્થિક વિકાસને પણ વેગ આપશે.”
સિંધિયાએ કહ્યું કે,” બહુ જલ્દી એક મહિનાની અંદર ઉત્તર પ્રદેશના અલીગઢ, આઝમગઢ, શ્રાવસ્તી, ચિત્રકૂટ અને મુરાદાબાદમાં 5 નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે.” સિંધિયાએ કહ્યું કે,” જેવરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે.” તેમણે કહ્યું કે,” આગામી દિવસોમાં મેરઠ, મ્યોરપુર અને સરસાવાના એરપોર્ટ પણ કાર્યરત થશે.”
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ / માધવી
