
નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિ.સ.) છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 514 નવા કેસ નોંધાયા છે જ્યારે ત્રણ દર્દીઓના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન 732 દર્દીઓ સ્વસ્થ થયા છે.
ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 3422 થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં પણ કોરોનાએ દસ્તક આપી જ્યાં એક નવો કેસ સામે આવ્યો છે. આ સાથે સિક્કિમમાં પણ કોરોનાના બે નવા કેસ અને જમ્મુ-કાશ્મીરમાં બે કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાને કારણે ત્રણ મોત થયા છે. કર્ણાટકમાં એક અને મહારાષ્ટ્રમાં બે મોત નોંધાયા છે.
હિન્દુસ્થાન સમાચાર/ વિજયલક્ષ્મી/પવન / ડો. હિતેશ
