નવી દિલ્હી, 8 જાન્યુઆરી(હિ. સ.) આ વર્ષનો 81મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અમેરિકાના કેલિફોર્નિયામાં, ભવ્યતા સાથે યોજાયો હતો. ફિલ્મ જગતના પ્રતિષ્ઠિત ‘ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2024’નું આયોજન અમેરિકન સ્ટેન્ડ અપ કોમેડિયન જોય કોય દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્ષે, બાર્બી અને ઓપેનહાઇમરે, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની, વિવિધ શ્રેણીઓમાં સૌથી વધુ નામાંકન મેળવ્યા છે. અભિનેતા રોબર્ટ ડાઉનીને શ્રેષ્ઠ સહાયક અભિનેતા-મોશન પિક્ચર કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા છે.
એવોર્ડ વિજેતાઓની યાદી-
*અભિનેતા સીલિયન મર્ફીને, ‘ઓપનહાઇમર’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.
*રિકી ગેરવાઇસ એ, ‘ ટેલિવિઝન’ની શ્રેણીમાં બેસ્ટ પરફોર્મન્સ ઇન સ્ટેન્ડ-અપ કોમેડી એવોર્ડ જીત્યો હતો.
?ટેલિવિઝન શ્રેણી (મ્યુઝિકલ/કોમેડી)માં શ્રેષ્ઠ પ્રદર્શન માટેનો એવોર્ડ ‘ધ બેર’ ફેમ જેરેમી એલન વ્હાઇટને મળ્યો હતો.
*જસ્ટિન ટ્રીટ, આર્થર હરારીએ, શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે-મોશન પિક્ચર કેટેગરીમાં ‘એનાટોમી ઓફ અ ફોલ’ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો.
*અભિનેતા મેથ્યુ મૈકફૈડન ને, ટેલિવિઝન શ્રેણીમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો.
*અભિનેતા મેથ્યુ મૈકફૈડનને, ‘સક્સેશન’ માટે શ્રેષ્ઠ પુરૂષ સહાયક અભિનેતાનો ટેલિવિઝન એવોર્ડ મળ્યો હતો.
*અભિનેતા સ્ટીવન યેઉનને ‘બીફ’માં તેના અભિનય માટે મર્યાદિત શ્રેણીમાં શ્રેષ્ઠ પુરૂષ અભિનેતાનો એવોર્ડ મળ્યો.
*અભિનેત્રી અલી વોંગે, ટેલિવિઝન માટે લિમિટેડ સિરીઝ એન્થોલોજી સિરીઝ અથવા મોશન પિક્ચર મેડ કેટેગરીમાં ‘બેસ્ટ એક્ટ્રેસ ઇન અ લિમિટેડ સિરીઝ’નો એવોર્ડ જીત્યો હતો.
*હોલીવુડ અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરને ‘ઓપનહાઇમર’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા – મોશન પિક્ચરનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો.
*ડેવિન જોય રેન્ડોલ્ફે ‘ધ હોલ્ડ ઑવર્સ’માં તેના અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – મોશન પિક્ચરનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર / સુનીત / ડો. હિતેશ/માધવી
