
– વડોદરા જિલ્લાની 482 ગ્રામ પંચાયતોમાં 2 લાખથી વધુ નાગરિકો સહભાગી થયા
– જિલ્લામાં 2 લાખથી વધુ લોકોએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લીધા
– 400 થી વધુ ગામોએ સરકારની વિવિધ યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરી
– જિલ્લામાં 1.50 લાખથી વધારે લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવાયા: 1.40 લાખથી વધારે નાગરિકોના આરોગ્યની ચકાસણી
વડોદરા/અમદાવાદ,08 જાન્યુઆરી (હિ.સ.) મોદી સરકારની ગેરેંટી લઇ વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઠેરઠેર વધામણા થઇ રહ્યા છે. નાગરિકોને યોજનાકીય લાભો આપવાની સાથે દેશને આગામી વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના મહાઅભિયાનમાં નાગરિકો સ્વયંભૂ સંકલ્પબદ્ધ થઇ રહ્યા છે.
વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં 482 ગ્રામ પંચાયતોમાં એક લાખથી વધારે મહિલાઓ સહિત કુલ બે લાખથી વધુ નાગરિકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થઈ સરકારી યોજનાઓની જાણકારી મેળવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન નવા દોઢ લાખથી વધારે આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને આટલા જ આયુષ્યમાન કાર્ડનું લાભાર્થીઓને સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ 1.40 લાખથી વધારે નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. તદપરાંત એક લાખથી વધારે વ્યક્તિઓની ટી.બી. રોગની તપાસ તેમજ 12 હજારથી વધારેની સિકલ સેલની તપાસ કરાઇ હતી. મારૂ ભારત અંતર્ગત કુલ 5500 થી વધારે સ્વયંસેવક નોંધાયા હતા. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 5500 થી વધારે લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી છે.
યાત્રા દરમિયાન 1300 ઉપરાંત મહિલાઓને, 1400 થી વધારે વિદ્યાર્થીઓને, 700 થી વધારે રમતવીરોને તેમજ 410 થી વધારે સ્થાનિક કલા કારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે યાત્રા દરમ્યાન ધરતી કહે પુકાર કે – નુક્કડ નાટકના માધ્યમથી વ્યાપક જાગૃતિ ઊભી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત 3600 થી વધારે લાભાર્થીઓ નોંધાયા છે.255 ગામોમાં ડ્રોન નિદર્શન તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો. જિલ્લાની 330 થી વધારે ગ્રામ પંચાયતો 100 ટકા આયુષ્યમાન કાર્ડ ધરાવે છે. જ્યારે 465 ઉપરાંત ગ્રામ પંચાયતોને 100 ટકા જલ જીવન મિશન તેમજ 420 ગ્રામ પંચાયતોને 100 ટકા પી. એમ. જન ધન યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. વધુમાં 430 ઉપરાંત ગ્રામ પંચાયતોને 100 ટકા પી. એમ. કિસાન યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં 405 થી વધારે ગ્રામ પંચાયતો ઓ.ડી.એફ. પ્લસ જાહેર કરવામાં આવી છે. જ્યારે ૩૫૫ થી વધારે ગ્રામ પંચાયતોને 100 ટકા જમીન રેકર્ડ ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. તદુપરાંત અત્યાર સુધીમાં કુલ બે લાખથી વધારે નાગરિકો વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા.
હિન્દુસ્થાન સમાચાર/
