લખનૌ, નવી દિલ્હી, 07 જાન્યુઆરી (હિ.સ.) બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ, રવિવારે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે,” બસપા પર અનુચિત મજાક કરતા પહેલા તેઓએ પોતાની બાબતો પર પણ ધ્યાન આપવું જોઈએ.”
માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે,” અખિલેશ યાદવ અને તેમની સરકાર ખાસ કરીને દલિત વિરોધી આદતો, નીતિઓ અને કાર્યશૈલી ધરાવે છે. બીએસપી પર કટાક્ષ કરતા પહેલા, તેઓએ પોતાના અંતરાત્મામાં તપાસ કરવી જોઈએ અને જોવું જોઈએ કે, ભાજપને પ્રોત્સાહન આપવા અને તેની સાથે જોડાણ કરવાના સંદર્ભમાં તેમનું મુખ્ય કાર્ય કેટલું કલંકિત છે.”
પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું કે,” સપાના તત્કાલિન પ્રમુખ મુલાયમ સિંહે ભાજપને સંસદીય ચૂંટણીમાં જીત માટે આશીર્વાદ આપ્યા હતા તે કોણ ભૂલી શકે. તો પછી ભાજપની સરકાર બની ત્યારે જનતા સપાના નેતૃત્વ સાથેના જોડાણને કેવી રીતે ભૂલી શકે?” માયાવતીએ કહ્યું કે,” સપા સાંપ્રદાયિક શક્તિઓ સામે લડે તો તે યોગ્ય રહેશે.”
હિન્દુસ્થાન સમાચાર / દીપક / પવન / માધવી
