નવી દિલ્હી, 07 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીએ સિક્કિમથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે, દોરજી શેરિંગ લેપ્ચાના નામની જાહેરાત કરી છે.
લેપ્ચા પહેલા સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના, સભ્ય હતા પરંતુ પાછળથી ભાજપમાં જોડાયા હતા. તેઓ 2014 થી 2019 સુધી પવન ચામલિંગ સરકારમાં, જાહેર બાંધકામ (મકાન અને આવાસ) અને પરિવહન મંત્રી હતા. લેપ્ચા 2014 અને 2019 માં ગ્નાથાંગ માચોંગ મતવિસ્તારમાંથી સિક્કિમ વિધાનસભા માટે ચૂંટાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ / માધવી
