જામનગર,03 જાન્યુઆરી (હિ.સ.) જામનગરની પ્રસિદ્ધ મહિલા સંસ્થા સખી ક્લબ-2 ના નવા વર્ષના સંવાહકોનો પદગ્રહણ સમારોહ આગામી શનિવાર 6 જાન્યુઆરીના રોજ યોજાનાર છે.
1500 બહેનોની સભ્ય સંખ્યા ધરાવતી અને મહિલાના સર્વાંગી ઉત્કર્ષમાં કાર્યરત એવી આ સંસ્થા ચાલુ વર્ષે તેનું રજત જયંતિ વર્ષ ઉજવી રહી છે. આ રજત જયંતિ વર્ષના પ્રમુખ તરીકે અનેકવિધ સામાજિક રાજકીય સંસ્થાઓ સાથે જોડાયેલા નિશા અસવાર પ્રમુખ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે તેઓની ટીમમાં સેક્રેટરી તરીકે મીતા મોદી અને ટ્રેઝરર તરીકે દિશા મહેતા જોડાવાના છે.
6 જાન્યુઆરી શનિવારે સાંજે છ વાગે ગાંધીનગર મેઇન રોડ પર આવેલ વિશ્વકર્મા વાડીમાં યોજાનાર આ પદગ્રહણ સમારોહમાં મુખ્ય મહેમાન પદે સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પૂર્વ મંત્રી હકુભા જાડેજા અને અતિથિવિશેષ પદે મેયર વિનોદ ખીમસુરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા તેમજ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટના સેજલ ભટ્ટ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે સંસ્થાને આર્થિક અનુદાન આપીને પ્રવૃત્તિઓમાં સહયોગ આપનાર સ્પોન્સર્સ તેમજ સભ્ય બહેનો અને શુભેચ્છકો પણ હાજર રહેનાર છે.
હિન્દુસ્થાન સમાચાર / કિંજલ કારસરીયા
/હર્ષ શાહ
