શિમલા, નવી દિલ્હી, 1 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા 5 જાન્યુઆરીએ, હિમાચલ પ્રદેશમાં બે જાહેરસભાઓને સંબોધિત કરશે. તે સોલનમાં એક રોડ કરશે. આ ઉપરાંત, ત્રણ રાજ્યોમાં ભાજપની જીત પર કાર્યકરો વતી, અધ્યક્ષ નડ્ડાનું નાગરિક સન્માન પણ કરવામાં આવશે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. રાજીવ બિંદલે સોમવારે કહ્યું કે, ત્રણ રાજ્યોમાં ભાજપની જંગી જીત બાદ જેપી નડ્ડા દ્વારા, સોલન અને શિમલામાં જાહેર સભાઓ યોજવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, શિમલા સંસદીય ક્ષેત્રના લોકો, સોલન અને શિમલામાં જગત પ્રકાશ નડ્ડાનું સ્વાગત કરશે. સૌ પ્રથમ જેપી નડ્ડાનો રોડ શો સવારે 9 વાગ્યે સોલન મોલ રોડ પર યોજાશે. આ પછી બપોરે 1 વાગ્યે હોટેલ પીટરહોફ શિમલામાં, સન્માન સમારોહ યોજાશે. ડૉ.બિંદલે જણાવ્યું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા ભારતીય જનતા પાર્ટી હિમાચલ પ્રદેશના કોર ગ્રુપની બેઠકને સાંજે 6 વાગ્યે સંબોધિત કરશે.
રાજીવ બિંદલે કહ્યું કે, ત્રણ મોટા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીતથી દેશનું સમગ્ર વાતાવરણ ભાજપ તરફી બની ગયું છે અને નરેન્દ્ર મોદી, દેશના શ્રેષ્ઠ નેતા તરીકે ઉભરી આવ્યા છે. બિંદલે કહ્યું કે, વર્ષ 2024 ફરી એકવાર નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવવા માટે શરૂ થયું છે અને મોદી અને ભાજપ સાથે દેશની પ્રગતિ સુનિશ્ચિત કરવાની છે. નરેન્દ્ર મોદીએ, વર્ષ 2047 સુધીમાં ભારતને વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવાનું કામ શરૂ કર્યું છે અને આપણે બધાએ સાથે મળીને તેને પૂર્ણ કરવાનું છે.
હિન્દુસ્થાન સમાચાર / ઉજ્જવલ /સુનીલ / ડો. હિતેશ /માધવી
