નવી દિલ્હી, 1 જાન્યુઆરી (હિ. સ.) લોકપ્રિય ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ, ગયા વર્ષે જ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં કામ કર્યું હતું. પલક તિવારી હંમેશા સમાચારોમાં રહે છે. સૈફ અલી ખાનના પુત્ર છોટા નવાબ ઈબ્રાહિમ અલી ખાન સાથે, તેના અફેરની પણ ચર્ચાઓ છે. બંનેએ રવિવારે રાત્રે નવા વર્ષની ઉજવણી કરી હતી. બાદમાં બંને મોઢું છુપાવીને બહાર આવતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઈબ્રાહીમ અલી ખાન પોતાના સારા લુકના કારણે, હંમેશા ચર્ચામાં રહે છે. તેમાં પટૌડી પરિવારની ઝલક જોઈ શકાય છે. ઇબ્રાહિમ યુવાનીમાં સૈફ અલી ખાન જેવો દેખાય છે. ચર્ચા છે કે, ઇબ્રાહિમ આ નવા વર્ષમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ સિવાય તેની પર્સનલ લાઈફ પણ ચર્ચામાં છે. તે અભિનેત્રી પલક તિવારી સાથે ઘણી પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં જોવા મળી છે. કથિત દંપતીએ તાજેતરમાં જ નવું વર્ષ સાથે ઉજવ્યું હતું. નવા વર્ષને આવકાર્યા બાદ બંને એક જ કારમાં રવાના થયા હતા. જ્યારે પાપારાઝીએ તેમને કેમેરામાં કેદ કરવાની કોશિશ કરી તો બંને મોઢા છુપાવતા જોવા મળ્યા.
વાયરલ વીડિયોને લઈને નેટીઝન્સે ઈબ્રાહિમ અને પલકને ફરી ટ્રોલ કર્યા છે. નેટીઝન્સે ‘હવે ચહેરો છુપાવવાનો શું ફાયદો’, ‘તમારે ચહેરો છુપાવવો જ હતો તો કેમ સાથે આવ્યા’ જેવી કોમેન્ટ્સ કરી છે. શ્વેતા તિવારીને ટેગ કરતાં, એકે લખ્યું, ‘જુઓ તમારી દીકરી શું કરી રહી છે.’ ઇબ્રાહિમ અલી ખાને ગયા વર્ષે કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. પલક તિવારી પણ બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. ઈબ્રાહિમ વર્ષ 2024માં ફિલ્મોમાં જોવા મળે તેવી શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
