
ગઢડા,01 જાન્યુઆરી (હિ.સ.) ગઢડા તાલુકાના નીગાળા રેલ્વે સ્ટેશન પાસે એક સાથે ચાર લોકોએ સામુહિક આત્મહત્યા કરી લેતા સમગ્ર જીલ્લામાં ચકચાર મચી જવા પામ્યો હતો .બનાવની જાણ થતા બોટાદ ,ગઢડા અને રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી આવેલ અને વધુ તપાસ હાથ ધરી હતી .
વિંઝુડા પરિવારના ચાર જેટલા સભ્યો દ્વારા રવિવારના રોજ ટ્રેન નીચે પડતું મૂકીને સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. રવિવારના રોજ સાંજના પાંચ વાગ્યે ભાવનગર સાબરમતી સુપરફાસ્ટ ટ્રેન ભાવનગર થી અમદાવાદ જવા માટે નીકળી હતી. દરમિયાન સાંજના સવા છ વાગ્યા આસપાસ બે મહિલા અને બે પુરુષ સહિત કુલ ચાર જેટલી વ્યક્તિએ રવિવારના રોજ ટ્રેન નંબર 09216 ની ટ્રેન નીચે નિંગોળા આલમપર વચ્ચે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનો બનાવો સામે આવ્યો હતો. બનાવ સામે આવતા તાત્કાલિક અસરથી બોટાદ પોલીસ ઘટના સ્થળ ખાતે દોડી ગઈ હતી. મૃતકોની ઓળખ કરતા તમામ વ્યક્તિઓ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં મંગાભાઈ વિંઝુડા (ઉવ.42), જીજ્ઞેશ મંગાભાઈ વિંઝુડા (ઉવ.20), રેખાબેન મંગાભાઈ વિંઝુડા (ઉવ.20) અને એક માઈનોર વિંઝુડા ફેમિલીનો સદસ્ય હોવાનું સામે આવ્યું છે. પિતા પુત્રો તેમજ પુત્રીએ કોઈ કારણોસર આપઘાત કરી લીધા નો બનાવ સામે આવ્યો છે. બનાવ સંદર્ભે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવશે. કયા કારણોસર પરિવારના ચાર જેટલા સભ્યોએ આપઘાત કરી લીધો છે તે અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર/ પ્રકાશ સોલંકી/હર્ષ શાહ
